Home> Entertainment
Advertisement
Prev
Next

Priyanka Chopra એ કર્યું ખેડૂતોનું સમર્થન, સરકારને કરી આ અપીલ

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પછી ભલે તે સામાન્ય નાગરિકો હોય કે પછી બોલીવુડ હસ્તીઓ. પંજાબી એક્ટરોની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ પણ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. એવામાં હવે બોલીવુડથી હોલીવુડ સુધી પહોંચી ગયેલી પ્રિયંકા ચોપરાએ પણ ખેડૂત આંદોલનને લઈને પોતાનો પક્ષ રજુ કર્યો છે. 

Priyanka Chopra એ કર્યું ખેડૂતોનું સમર્થન, સરકારને કરી આ અપીલ

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલને તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પછી ભલે તે સામાન્ય નાગરિકો હોય કે પછી બોલીવુડ હસ્તીઓ. પંજાબી એક્ટરોની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ પણ ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. એવામાં હવે બોલીવુડથી હોલીવુડ સુધી પહોંચી ગયેલી પ્રિયંકા ચોપરાએ પણ ખેડૂત આંદોલનને લઈને પોતાનો પક્ષ રજુ કર્યો છે. 

fallbacks

Farmers Protest: ખેડૂતોના પ્રદર્શન પર Sunny Deol નું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

દિલજીતે પોતાની ટ્વીટમાં કરી હતી આ વાત
દિલજીત દોસાંજની કંગના રનૌત સાથે ખેડૂત આંદોલનને લઈને લાંબો શાબ્દિક વિવાદ થયો હતો. એવામાં અનેક લોકોએ દિલજીતને સાચો ઠેરવ્યો હતો. હવે પ્રિયંકા ચોપરાએ પણ દિલજીતની એક ટ્વીટને રિટ્વીટ કરીને તેનું અને ખેડૂતોનું સમર્થન કર્યું છે. હકીકતમાં દિલજીતે પોતાની ટ્વીટમાં લ્ખ્યું હતું કે પ્રેમની વાત કરીએ, કોઈ પણ ધર્મ લડાઈ શીખવાડતો નથી. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન અને બૌદ્ધ બધા એક બીજાની સાથે છે. ભારત આ જ રીતભાત માટે આખી દુનિયામાં જાણીતું છે. અહીં બધા પ્રેમથી રહે છે. અહીં દરેક ધર્મને ઈજ્જત અપાય છે. 

Farmers Protest: આ મોટા ખેડૂત સંગઠને 'ભારત બંધ'ને ન કર્યો સપોર્ટ, જાણો કયા કારણોથી જાળવ્યું અંતર 

પ્રિયંકાએ ખેડૂતોને ગણાવ્યા ખાદ્ય સૈનિક
પ્રિયંકાએ દિલજીતની એક ટ્વીટને રિટ્વીટ કરીને કહ્યું કે આપણા ખેડૂતો ભારતના ખાદ્ય સૈનિકો છે. તેમના ડરને દૂર કરવાની જરૂર છે. તેમની આશાઓ પર ખરા ઉતરવાની જરૂર છે. એક સંપન્ન લોકતંત્ર તરીકે, આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંકટનો કેવી રીતે જલદી ઉકેલ આવે. 

દિલજીતે શેર કરી સિંઘુ બોર્ડરની તસવીરો
અત્રે જણાવવાનું કરે દિલજીતે પોતાની આ ટ્વીટમાં સિંઘુ બોર્ડરની કેટલીક તસવીરો શેર કરી હતી. હાલમાં જ દિલજીત સિંઘુ  બોર્ડર પર જોવા મળ્યો હતો. તે ત્યાં ખેડૂતોનું સમર્થન કરવા પહોંચ્યો હતો. કંગના રનૌત સાથે વિવાદ બાદ દિલજીત દૌસાંજની ફેન ફોલોઈંગ એકદમ વધી ગઈ છે. આ સાથે જ દિલજીત હવે ખુલીને ખેડૂતોના સમર્થનમાં આવી ગયો છે. 

અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલન હાલ દેશનો સૌથી મોટો મુદ્દો બની ગયો છે. ખેડૂતોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધની જાહેરાત કરી છે. આ સાથે જ ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન તેજ કરવામાં આવશે અને રાષ્ટ્રીય રાજધાનીને જોડતા વધુ માર્ગો બંધ કરાશે.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More